Wednesday, December 20, 2006

યાદ..........

ને ફરી ઉદાસ રાત, તારી યાદ
આજ છલકે મારી આંખ, તારી યાદ.

રાત ભર ની વેદના નું, શું કહું હું,
પણ હો ધુંધળું પ્રભાત, તારી યાદ.

કંટકો ચુભે ભલે મને સદાયે !
શું કહું પુષ્પોની વાત, તારી યાદ.

સ્નેહનાં શબ્દો હવે ના મળતાં કોઈ ?
ને હવે છે રોજ ઘાત,તારી યાદ.

ભુલવા 'ચેતન' મથે, સૌ તારી યાદ
યાદ તું છે એજ જ્ઞાત, તારી યાદ.

હંમેશ મુજબ અભિપ્રાય અનિવાર્ય છે

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
બે મુકતક....
બસ કરચલીઓ હવે દેખાય છે
જે સપન તૂટ્યાં, બધાં ભૂલાય છે.
એ સતત બદલાય છે, કાચીંડા શો!
માનવી ચેતન કદી સમજાય છે ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ભીંત ફાડી યાદ તારી ઊગતી
આ હ્રદયને કેટલું સમજાવું હું ?
એક ટહુંકો કાનમાં બેસી ગયો,
યાદની વણજાર શે, અટકાવું હું?

હંમેશ મુજબ અભિપ્રાય અનિવાર્ય છે..

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Monday, December 11, 2006

૨૦ વર્ષ જૂની યાદની ........ એક નવી ગઝલ.......

જ્યાં જરી આકાશ જો ઘેરાય છે
યાદનાં વાદળ વરસતાં જાય છે.

હું અરીસે મુજને શોધું, પણ પ્રિયે,
તું જ કાં એમાં સતત દેખાય છે ?

આંગળી બસ તેં અડાડી એટલે,
એ લજામણ છોડ શી બીડાય છે .

આમ તો ના-ના કહે છે એ હજી
મન મહીં તો એ હવે હરખાય છે.

આંખ જો ખોલું, તો તું ભાગી જતી
બંધ આંખે, હાજરી વર્તાય છે.

તું હશે, હું એમ માની દોડતો
બારણે જ્યારે ટકોરા થાય છે.

હો સુગંધો પ્રેમની, ચેતન ઘણું.
એટલામાં વેદ સગળા માય છે.


આપનાં અમુલ્ય અભિપ્રાય અનિવાર્ય છે..

જય ગુર્જરી.
ચેતન ફ્રેમવાલા