Wednesday, April 01, 2009

જળ તને છે કૈં ખબર ?

પાપના પરપોટા ફૂટ્યા, જળ તને છે કૈં ખબર ?
ગંગાના પાણી રે ખૂટ્યા, જળ તને છે કૈં ખબર ?

નીલ થૈ ગ્યાં કંઠ એના, શાથી જળ તું જાણે છે?
આપી અમરત ઝેર ચૂંટ્યા, જળ તને છે કૈં ખબર ?

લંકા જાવા સેતુ થૈ પાષાણ કેવા તરતા'તાં
રામ નામે સૌને પૂજ્યા, જળ તને છે કૈં ખબર ?

યમુના કાંઠે લૈ દડો રમવાને થોડા ગ્યા'તા એ!
કાળિયા ના મદ્ રે તૂટ્યાં , જળ તને છે કૈં ખબર ?

કાશી કાબા ગ્યો'તો ચેતન, ક્યાંયે ઈશ્વર ના મળ્યા.
અબળાના બસ આંસુ લૂછ્યા,જળ તને છે કૈં ખબર ?

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

6 Comments:

Anonymous વિવેક ટેલર said...

સુંદર ગઝલ...

છંદ એકાદ-બે જગ્યાએ થોડો ખોરવાયો છે. બાકી સરસ કામ થયું છે...

10:29 PM  
Anonymous Pinki said...

vaah !

saras gazal

લંકા જાવા સેતુ થૈ પાષાણ કેવા તરતા'તાં
રામ નામે સૌને પૂજ્યા, જળ તને છે કૈં ખબર ?

very nice ...

12:21 AM  
Anonymous Dr.Mahesh Rawal said...

ચેતનભાઈ,
ગઝલ સુંદર લખાઈ છે પણ,ખબર નહીં કેમ મને એવું લાગ્યું કે તમે,તમારે હજૂ પણ ઘણું કહેવાનું રોકીને -આટલું બસ, એ મૂંઝારા વચ્ચે ઊંડેથી આવતી અભિવ્યક્તિના પ્રવાહને પૂરેપૂરો ઝીલ્યો નથી ગમે તે કારણે.
છતાં,જે અભિવ્યક્ત થયું છે એ સુંદરરીતે થયું છે.
-અભિનંદન.
મારેલાયક કંઈ સેવા હોય તો જણાવશો-આનંદ થશે.

12:14 AM  
Blogger BHARAT SUCHAK said...

chetan bhai bahu sunder

8:29 AM  
Anonymous Anonymous said...

Hi,

Thank You Very Much for sharing this effective post here.

-- Health Tips | Health Facts | Fitness Articles

Nice Work Dene!!

-- Paavan

4:23 AM  
Anonymous vkvora Atheist Rationalist said...

કેમ ચાલે છે ચેતન ભાઈ? આજ કાલ કાવ્ય પ્રવૃતી અહીં દેખાતી નથી એટલે કોમેન્ટ લખેલ છે.

11:19 AM  

Post a Comment

<< Home