૨ જી ઑક્ટોબર
લૂંટો હજી,
છે ઘડીયાળ,ચશ્મા ને છે લાકડી,
ને બીજું આ વસ્ત્ર રહ્યું છે બાકી,
લૂંટો હજી , એને લૂંટો હજી............
લૂંટો હજી,
આ મૂઠ્ઠીભર હાડકામાં રહી ગયેલી ચેતનાઓ,
એ આત્માને ,જેણે સહી છે ઘણી વેદનાઓ.
લૂંટો હજી એને લૂંટો હજી..............
લૂંટો હજી,
કે નામ એનું છે હજીયે ઊપયોગી,
અવમુલ્યન પહેલાં જલ્દી લ્યો ભોગી.
લૂંટો હજી એને લૂંટો હજી...............
લૂંટો હજી,
છે ઘણી એના આદર્શોની ચોપડીઓ,
આદર્શો વેંચી ભેગી કરી લો થોકડીઓ.
લૂંટો હજી એને લૂંટો હજી...............
લૂંટો હજી,
રાજઘાટ પર ધરી થોડી પુષ્પાંજલી,
સત્તા-ગાદી પર પાથરી થોડી ખાદી,
તાંતણે તાંતણે ચેતન લૂંટો હજી,
લુંટો હજી એને લૂટો હજી................
૨જી ઑક્ટોબર ૧૯૮૧
હંમેશ મુજબ આપના કીંમતી અભિપ્રાય આપશો.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
છે ઘડીયાળ,ચશ્મા ને છે લાકડી,
ને બીજું આ વસ્ત્ર રહ્યું છે બાકી,
લૂંટો હજી , એને લૂંટો હજી............
લૂંટો હજી,
આ મૂઠ્ઠીભર હાડકામાં રહી ગયેલી ચેતનાઓ,
એ આત્માને ,જેણે સહી છે ઘણી વેદનાઓ.
લૂંટો હજી એને લૂંટો હજી..............
લૂંટો હજી,
કે નામ એનું છે હજીયે ઊપયોગી,
અવમુલ્યન પહેલાં જલ્દી લ્યો ભોગી.
લૂંટો હજી એને લૂંટો હજી...............
લૂંટો હજી,
છે ઘણી એના આદર્શોની ચોપડીઓ,
આદર્શો વેંચી ભેગી કરી લો થોકડીઓ.
લૂંટો હજી એને લૂંટો હજી...............
લૂંટો હજી,
રાજઘાટ પર ધરી થોડી પુષ્પાંજલી,
સત્તા-ગાદી પર પાથરી થોડી ખાદી,
તાંતણે તાંતણે ચેતન લૂંટો હજી,
લુંટો હજી એને લૂટો હજી................
૨જી ઑક્ટોબર ૧૯૮૧
હંમેશ મુજબ આપના કીંમતી અભિપ્રાય આપશો.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
8 Comments:
soooooooooo nice !!!
ખૂબ જ ચોટદાર કાવ્ય...
Excellent representation of your 'aakrosh'.
Take care,
- Chirag Patel
બહુ જ સચોટ.. અભીનદન... પોસ્ટ મોકલતા રહેજો..ઉત્તમ અને મધુ..સુરત..
વિવેક said...
સુંદર પ્રાસંગિક કાવ્ય...
1:44 AM
Suresh said...
સરસ અને બહુ સાચું . આપણા રાજકારણીઓ કરતાં મુન્નાભાઇ જેવું પણ કામ કોઇ કરે તો ખરી ગાંધીગીરી કરી કહેવાય.
4:46 AM
jaydev said...
khub j sundar.
EXCELLENT..!!!!!!!!!!!!!!!!!!!!!!!
khub j saras.......appni kavita aapna deshbhakt nature no padgho pade chhe.
ચેતનભાઈ
તમારી અભિવ્યક્તિ ભાષા ના આડંબર વગરની સીધી ચોટડુક અને તીરની માફક સોંસરવી નીકળી જાય એવી લાગી. ખુબ ગમે છે તમારી ગઝલો.
http://himmatkataria.blogspot.com
Post a Comment
<< Home