આઝાદી ........
આપ સૌ ને 60મા આઝાદી પર્વ ની હાર્દીક શુભકામના........
રોટી માટે લોકો લડતાં,ચાલો ઉજવો આઝાદી.
બાળક છોને ભુખ્યાં મરતાં,ચાલો ઉજવો આઝાદી.
મત આપીને ખુરશી આપી, આપ્યું ભારત સાચવવા,
નેતા નામે નાગો ડસતાં,ચાલો ઉજવો આઝાદી.
આખો મહિનો કાળી કસરત, બન્ને જણ કરતાં તોયે,
ક્યાં કોઈ દી' નવડાં મળતાં,ચાલો ઉજવો આઝાદી.
નાના-મોટા કોઈ કામો,ક્યાં સ્હેલાઈથી થાતાં.
ભ્રષ્ટો હર શ્રણ ખીસ્સા ભરતાં, ચાલો ઉજવો આઝાદી.
નાની અમથી ભૂલો માટે વર્ષો વિતતાં જેલોમાં,
અપરાધી સૌ ખૂલ્લાં ફરતાં,ચાલો ઉજવો આઝાદી.
અબળાને સબળા કરવાના જૂઠા વાદા છો થાતાં.
અત્યાચારો રોજે વધતાં,ચાલો ઉજવો આઝાદી.
સચ્ચાઈના મૂલ્યો મોટા,ગાંધીજી તો કઇ ગ્યા'તાં.
સાચ્ચું ક્હેતાં ચેતન ડરતાં,ચાલો ઉજવો આઝાદી.
હંમેશ મુજબ આપનાં અમૂલ્ય અભિપ્રાય આપશો.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.

6 Comments:
बहोत बढीया खयाल और लय.
સચ્ચાઈના મૂલ્યો મોટા,ગાંધીજી તો કઇ ગ્યા'તાં.
સાચ્ચું ક્હેતાં ચેતન ડરતાં,ચાલો ઉજવો આઝાદી.
sundar!
સુંદર ગઝલ...
સચ્ચાઈના મૂલ્યો મોટા,ગાંધીજી તો કઇ ગ્યા'તાં.
સાચ્ચું ક્હેતાં ચેતન ડરતાં,ચાલો ઉજવો આઝાદી.
કડવી પણ સાચી વાત ચેતનભાઇ. મન વીંધે એવી રચના.
good one....well...various things u have tried to touch,,,,social, economical differences , political and crime along with personal and emotional...keep it up...but that is life i feel and it is going to be like this....if everything is fine than there is no fun in life...lets enjoy the life...chill...
i m feeling nice to read Gujarati & Gujarati Gazals on net.
Post a Comment
<< Home