રાખશો રામને ઈંટ-પત્થર મહીં ?
રાખશો શું રામ ને આ ઈંટને પત્થર મહીં?
શું નથી જગ્યા જરાયે ,આપનાં અંતર મહીં?
કે સતત તુજ મુખ મહીં તો રામ કેરું નામ છે.
ને રહે છે કાં, છરી હંમેશ તારા કર મહીં?
છોડવાની કર તું કોશિશ , તો તરત છૂટી જશે,
જીવતો છો જીંદગી માયા તણાં સો થર મહીં.
ને જરા માં પામશે તું મોક્ષ કેરા મારગો,
વાપરે જો જીંદગી, સેવા તણાં મંતર મહીં!
છો સફર લાંબી ભલે પગલું ભરો એકાદ તો!
આપ ના પામો કશું બેસી રહો જો ઘર મહીં.
ધુપશળી જ્યારે બળે ત્યારે સુગંધો વ્યાપતી,
શેરડી પીલાઈ તો, મીઠાશ છે સાકર મહીં.
હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
શું નથી જગ્યા જરાયે ,આપનાં અંતર મહીં?
કે સતત તુજ મુખ મહીં તો રામ કેરું નામ છે.
ને રહે છે કાં, છરી હંમેશ તારા કર મહીં?
છોડવાની કર તું કોશિશ , તો તરત છૂટી જશે,
જીવતો છો જીંદગી માયા તણાં સો થર મહીં.
ને જરા માં પામશે તું મોક્ષ કેરા મારગો,
વાપરે જો જીંદગી, સેવા તણાં મંતર મહીં!
છો સફર લાંબી ભલે પગલું ભરો એકાદ તો!
આપ ના પામો કશું બેસી રહો જો ઘર મહીં.
ધુપશળી જ્યારે બળે ત્યારે સુગંધો વ્યાપતી,
શેરડી પીલાઈ તો, મીઠાશ છે સાકર મહીં.
હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
8 Comments:
ધુપશળી જ્યારે બળે ત્યારે સુગંધો વ્યાપતી,
શેરડી પીલાઈ તો, મીઠાશ છે સાકર મહીં.
Nice one.....
રાખશો શું રામ ને આ ઈંટને પત્થર મહીં?
શું નથી જગ્યા જરાયે ,આપનાં અંતર મહીં?
VERY NICE..!
હનુમાન તો ઘણાયે છે રામ જોઇએ
કુદવા વગર જગતમાં થવું કામ જોઇએ.
__મર્હુમ (સ્વ.) આઈ.ડી.બેકાર સાહેબ(હઝલ સમ્રાટ ,મહગુજરાત ગઝલ મંડળના પ્રણેતા)
લોકો ને તો બસ હવે નામ જોઈએ.
ગરજની ગણિકાને રામ જોઇએ.
મર્યાદા પુરૂષ ના ગુણની કોને ખબર
યેનકેન થવું અમારું કામ જોઇએ.
______ અજ્ઞાત
રજુકર્તા: મોહંમદાલી,વફા’
વધુ માટે નીચેના બ્લોગ પર કલીક કરવા વિનંતી:
બઝમે વફા बझ्मे वफा Bazme wafa بزمِ وَفاَ
બાગેવફા बागेवफा BAGEWAFA بَاغِ وَفا
સુંદર રચના.... અભિનંદન, ચેતનભાઈ!
રાખશો શું રામ ને આ ઈંટને પત્થર મહીં?
શું નથી જગ્યા જરાયે ,આપનાં અંતર મહીં?
vaah Chetanbhai, saras vaat kari
સ-રસ ગઝલ!
અભિનંદન...
shu nathi jagya jariye antarma?
chetanbhai,khoob saras rachana
બહુ જ સરસ રચના . લય પણ સરસ છે. અને મને બહુ જ પ્રીય વીશય.
Post a Comment
<< Home