Wednesday, December 20, 2006

યાદ..........

ને ફરી ઉદાસ રાત, તારી યાદ
આજ છલકે મારી આંખ, તારી યાદ.

રાત ભર ની વેદના નું, શું કહું હું,
પણ હો ધુંધળું પ્રભાત, તારી યાદ.

કંટકો ચુભે ભલે મને સદાયે !
શું કહું પુષ્પોની વાત, તારી યાદ.

સ્નેહનાં શબ્દો હવે ના મળતાં કોઈ ?
ને હવે છે રોજ ઘાત,તારી યાદ.

ભુલવા 'ચેતન' મથે, સૌ તારી યાદ
યાદ તું છે એજ જ્ઞાત, તારી યાદ.

હંમેશ મુજબ અભિપ્રાય અનિવાર્ય છે

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

5 Comments:

Blogger ...* Chetu *... said...

ને ફરી ઉદાસ રાત, તારી યાદ
આજ છલકે મારી આંખ, તારી યાદ.

રાત ભર ની વેદના હું શું કહું,
પણ હો ધુંધળું પ્રભાત, તારી યાદ.
સ્નેહનાં શ્બ્દો હવે ક્યાં મળતાં કોઈ ?
ને હવે છે રોજ ઘાત,તારી યાદ.

really really heart touchable..!!

11:24 PM  
Blogger ...* Chetu *... said...

ને ફરી ઉદાસ રાત, તારી યાદ
આજ છલકે મારી આંખ, તારી યાદ.

રાત ભર ની વેદના હું શું કહું,
પણ હો ધુંધળું પ્રભાત, તારી યાદ.
સ્નેહનાં શ્બ્દો હવે ક્યાં મળતાં કોઈ ?
ને હવે છે રોજ ઘાત,તારી યાદ.

really really heart touchable..!!

11:30 PM  
Blogger ધવલ said...

સરસ રચના !

1:50 PM  
Blogger વિવેક said...

ગઝલ સરસ છે, ચેતનભાઈ! પણ આ વેળા છંદ જાળવવાનું રહી ગયું લાગે છે...

10:51 PM  
Blogger Chetan Framewala said...

આભાર વિવેકભાઈ,
આ યાદ ૧૯૮૭ માં હેરાન કરતી હતી, ત્યારે છંદ દોષની જરાયે સમજ ન હતી,
છતાં શક્ય તે દોષ કાઢી ફરી પોષ્ટ કરું છું. હજી નામનાં મોહ ને કારણે દોષ તો છે જ.
જય ગુર્જરી
ચેતન ફ્રેમવાલા

2:38 AM  

Post a Comment

<< Home