એક હાઈકુ પ્રયોગ....૨૩ નવેમબર ૨૦૦૬
વિત્યાં ચાલીશ
સો, આંબવાની દોટ ?
ચેતન થોભ !
કડવા વેણ-
લાગે કારમી ચોટ,
ચેતન થોભ!
પૈસો-પાગલ,
પાગલપન છોડ,
ચેતન થોભ !
પાપનો દલ્લો,
સદા પૂણ્યની ખોટ,
ચેતન થોભ !
છેવટ જાણે!
તોયે દિલમાં લોભ,
ચેતન થોભ !
જડ પાષાણે,
ના તું ઈશ્વર ગોત!
ચેતન થોભ !
લાચાર જીવ-
નાં, તું દુખડા તોડ
ચેતન થોભ !
જીંદગી ખોટી,
છે સાચ્ચું એક મોત..
ચેતન થોભ !!!!!!!!!!
હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય અનિવાર્ય છે..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.....
વિત્યાં ચાલીશ
સો, આંબવાની દોટ ?
ચેતન થોભ !
કડવા વેણ-
લાગે કારમી ચોટ,
ચેતન થોભ!
પૈસો-પાગલ,
પાગલપન છોડ,
ચેતન થોભ !
પાપનો દલ્લો,
સદા પૂણ્યની ખોટ,
ચેતન થોભ !
છેવટ જાણે!
તોયે દિલમાં લોભ,
ચેતન થોભ !
જડ પાષાણે,
ના તું ઈશ્વર ગોત!
ચેતન થોભ !
લાચાર જીવ-
નાં, તું દુખડા તોડ
ચેતન થોભ !
જીંદગી ખોટી,
છે સાચ્ચું એક મોત..
ચેતન થોભ !!!!!!!!!!
હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય અનિવાર્ય છે..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.....
9 Comments:
good one chetan, keep it up
,
kishor shah
સરસ વાત !
nice arrangements of feelings!
જીંદગી ખોટી,
છે, સાચ્ચું એક મોત..
ચેતન થોભ !!!!!!!!!!
કેમ આટલી બધી નીરાશા?
આ દોડમાં થોભવું હોય તો ય થોભાય છે?
ઘણો જ સુંદર પ્રયોગ છે!
અને સુંદર અભિવ્યક્તિઓ...
સુરેશભાઈ,
ટાટા કેન્સર હોસ્પિટલમાં જીંદગી ને હર શ્રણે મરતી જોઈ....
ત્યારે જીંદગી પ્રત્યે આ કડવાસ જન્મી.
છેલ્લા ૪ મહીનામાં લગભગ ૧૬ વખત ટાટામાં ગયો છું, ને દરેક વખતે એકાદ ઉભરતી જીંદગીને મોતના અગોશમાં જતી જોઈ છે.
માટેજ લખવું પડ્યું....
જીંદગી ખોટી,
છે, સાચ્ચું એક મોત..
ચેતન થોભ !!!!!!!!!!
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.
સુંદર હાઈકુઓ... પણ અલ્પવિરામનો પ્રયોગ ઘણી બધી જગ્યાએ ગતિને અવરોધીને અર્થને તોડી નાંખતો હોય એમ લાગે છે...
સરસ હાઇકુ ...
ખૂબ સરસ.અભિનન્દન્
નીલમ દોશી
Post a Comment
<< Home