Tuesday, September 12, 2006

પાલીતાણામાં દાદાની યાત્રા કરતાં લખાયેલ ગઝલ

હું નહીં તો તું હશે, શોધો મને,
ભીતરે ઊંડે કશે શોધો મને !

સાવ રડતલ જીંદગી જીવે બધાં,
બાળકો જ્યાં-જ્યાં હસે, શોધો મને!

છું શહેરી, તે છતાં જીવું તો છું,
પાંદડૂં લીલું ખસે, શોધો મને!

આમ તો પાષાણ જેવી જીંદગી,
ભીતરે ઇશ્વર વસે, શોધો મને!

મારા દ્વારે હું જો તમને ના મળું ,
તો દિશા ખોલો દશે, શોધો મને !

પ્રેમનાં બે બોલ, મુજને પણ કહો,
જડ મહીં 'ચેતન' થશે, શોધો મને....

ચેતન ફ્રેમવાલા

6 Comments:

Anonymous Anonymous said...

મારા દ્વારે હું જો તમને ના મળું ,
તો દિશા ખોલો દશે, શોધો મને !

- સરસ વાત !

9:04 PM  
Blogger Suresh said...

મને બહુ જ ગમતા વિષયની ગઝલ. શબ્દ રચના પણ સરસ છે.

4:11 AM  
Blogger Jayshree said...

Really Nice one..!!

પ્રેમનાં બે બોલ, મુજને પણ કહો,
જડ મહીં 'ચેતન' થશે, શોધો મને....

8:53 AM  
Anonymous Anonymous said...

Atma anant Che na sodh chetan
namj chetan chhe te j astitva

sundar kavita
haji vadhu lakho
ane shodho shabdo ghana kavya mahi

Vijay Shah

6:55 AM  
Anonymous Anonymous said...

Nice way of expressing one's being! Congratulations. ..

Vivek

6:56 AM  
Anonymous Anonymous said...

આત્મા અંશ છે અનંત ચૈતન્યનો;

અસ્તિત્વ એનું અનંત ક્ષણોનું છે.

જો મળે સાન્નિધ્ય અનંત ચેતનનું;

રહો એ અહર્નિશ અનંત સાગર મહીં.

Very good creation Chetan. Many times I think what we write is always there somewhere. It found the words thru' us only to express itself NOW. That's how Vedas were realized by great Rushis.

Take care,
- Chirag Patel

9:46 AM  

Post a Comment

<< Home