Wednesday, September 06, 2006

રણ નિચોવું....

ચાલ આજે રણ નિચોવું.
પ્યાસનાં કારણ નિચોવું.

પેટનાં સૌ ખાડા ભરવા,
સાથે આવો, કણ નિચોવું...

તુલશી પ્યાસી, પ્યાસો વડલો,
ગામ જૈ, આંગણ નિચોવું.

ડંખ લાગ્યાં શબ્દોનાં ભૈ,
શબ્દોનાં મારણ નિચોવું.

આમ ચેતન છોડી ના જા,
તુજ યાદોનાં ધણ નિચોવું!

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો..

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

1 Comments:

Blogger વિવેક said...

તુલસી પ્યાસી, પ્યાસો વડલો,
ગામ જૈ, આંગણ નિચોવું.

-એક નાના અમથા શેરમાં બહુ મોટી વાત કરી દીધી...

અભિનંદન...

4:18 AM  

Post a Comment

<< Home