Thursday, July 20, 2006

Sardar ne badale Nehru

નેહરુ ને બદલે સરદાર હોત તો કદાચ આ ગઝલ લખવી ન પડત .
જરા સોચો ને આપનાં કિમતી અભિપ્રાય આપશો.)

કાં ગલત પગલું પડ્યું ,સોચો જરા?
દેશ ને કેવું નડ્યું, સોચો જરા?

એમનું વ્રત દેશ સેવાનું હતું,
તે છતાં ખીસ્સું ભર્યું? સોચો જરા!

સૌ અમનની વાત તો કરતાં રહ્યા,
ને અહીં પંખી મર્યું,સોચો જરા !

ગાંધીને પણ વેંચતાં ભર ચોકમાં
એમનું દિલ ના ડર્યું, સોચો જરા!

નીર ગંગાનું, હવે કાળું થયું.
પાપ આ, કોનું ભળ્યું, સોચો જરા.

આમ; ચેતન, જીંદગી વીતી જશે,
દેશ માટે શું કર્યું, સોચો જરા.....!

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા..__._,_.___

3 Comments:

Anonymous Anonymous said...

વાહ ચેતનભાઇ
કાબિલે-તારીફ
જ્યારે આપણી વસ્તુ (અહીં કાશ્મીર) કોઇ લઇ જતું હોય
તો આ મારું છે એમ કહેવાને બદલે
આ કોનું છે તે નક્કી કરી આપો એમ
ત્રીજી વ્યક્તિને કહેવું (અહીં યુનો) એ નરી મુર્ખામી નહીં તો બીજું શું?
ફરીવાર ખૂબ સુંદર
છંદ ગાલગાગા ગાલગાગા ગાલગા પરફેક્ટ
સરસ રચના
નીરજ

7:53 AM  
Anonymous Anonymous said...

વાહ..
ખરેખર સુંદર રચના છે...

મારા મોટા ભાઇએ કહેલી એક વાત યાદ આવે છે.... ગાંધીજી ના કહેવાથી જો સરદારે વડાપ્રધાન પદ છોડ્યું ન હોત, તો આજે કાશ્મીર ની આવી હાલત ના જ હોત. ( મને ઇતિહાસ વિષે વધારે ખબર નથી, પણ એ ખબર છે કે, ભારત - પાકિસ્તાન વચ્ચેની વાતમાં યુ.એન. ને આવવા શ્રી નહેરુ એ આમંત્રણ આપ્યું હતુ, અને સરદારે એનો સખત વિરોધ પણ કરેલો. )

ચેતનભાઇ, તમારી ગઝલના છેલ્લા શેર વાંચીને કવિ શ્રી બરકત વિરાણી 'બેફામ' ના આ શબ્દો યાદ આવ્યા, જે મને ખૂબ ગમતા શેરોમાં આવે... આ શબ્દોમાં સુંદરતાની સાથે સાથે સચ્ચાઇ પણ એટલી જ છે....

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો ય છે,
એક તો કંઇ સિતારા જ નો'તા ઉગ્યાં
ને અમે પણ શમાઓ બુઝાવી દિધી.

( ગઝલ : થાય સરખામણીતો ઉતરતાં છીએ.... )
Jayshree

7:56 AM  
Anonymous Anonymous said...

Wonderful.
"A. N."

8:00 AM  

Post a Comment

<< Home