Sunday, July 09, 2006

ગુજરાતી-કવિતા

ગુજરાતી-કવિતા
શ્રી સુરેશભાઈ જાની ની પ્રેરણા થી હૂં આ બ્લોગની શરૂઆત કરૂં છું.
આશા છે આપ સૌ નો સહકાર મળશે.

પરમ ક્રુપાળુ પરમાત્મા ને યાદ કરી આ બ્લોગ નાં શ્રી ગણેશ કરું છું.

ફૂલોની ખુશ્બુ ઓ માં તું,છે કંટકો માં તું.
તું ઉલ્લાસ જીંદગી નો, ને સંકટો માં તું.

તું જગમગાટ રોશની, ઘોર તમસ માં પણ તું,
તું તાપ સૂર્ય નું ધોમધખ ,શીતળ ચંદની પણ તું.

તું હાસ્ય ના મોજા ઓ, છે ઊદાશી પણ તું,
કથરોટ માં ગંગા તું,છે કાશી પણ તું.

તું તુલશી ક્યારો આંગણ નો, છે સુક્કા ઘાસ માં પણ તું,
તું અમૃત છે-ગંગાજળ ,મૃગ-પ્યાસ માં પણ તું.

તું ધજા ઊન્નત શિખર ની, ને ટળેટી માં પણ તું
,તું જ રાજા ભોજ છે , ને ગાંગો તેલી પણ તું.

તું શ્યામ નાગર નંદ નો, છે સુદામા પણ તું,
તું ગીરધારી-ચમત્કારી, ગોપી નાં ઊધામા પણ તું.

દ્રૌપદી ના ચીર તું,સર્વે સત્વ પણ છે તું.
જડ હ્રદય માં 'ચેતન' તું, પરમ તત્વ પણ તું.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.

1 Comments:

Blogger Jayshree said...

ગુજરાતી બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત.


અભિનંદન.. અને શુભેચ્છઓ..

10:02 AM  

Post a Comment

<< Home