Sunday, July 09, 2006

વરસાદ બોલાવે તને, તું આવશે?
મુજ હાથને શું, હાથ તારો ઝાલશે?

રેઈનકોટી જિંદગી તું જીવતો,
જો બે ઘડી હું ભીંજવું તો ચાલશે?

તું આમ તો આવે નહીં મારા કને!
લે પ્રેમ નું ઈજન, હવે તો ફાવશે?

રે! કેટલા ચોમાસા કોરા કટ ગયા!
આ સાલ તો એ લાજ તારી રાખશે !

શાને દુકાળો આવતાં, એ સોચ તું!
સીમેન્ટી ફાગો, જો અહીયાં ફાલશે!

કોંક્રીટના જંગલ મહીં અટવાઉં છું,
ચેતન! હવે તો રાહ કોઈ કાઢજે…


હાઇકૂ

ઘડિયાલ આ
કાં થયો જિંદગાની
તારી ને મારી.

ફૂલ - પાંખડી
રંગ - રંગી, ને ભ્રમે
કાળો ભ્રમર !

સટ્ટાખોરોની,
હરીફાઈ જામી છે
પ્રભુ ભક્તિ માં .

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો.

જય ગુર્જરી,
ચેતન ચંદુલાલ ફ્રેમવાલા.

16 Comments:

Blogger Jayshree said...

મને આ ગઝલ ઘણી ગમી...


વરસાદ બોલાવે તને, તું આવશે?
મુજ હાથને શું, હાથ તારો ઝાલશે?

રેઇનકોટી જિંદગી તું જીવતો,
બે ઘડી હું ભીંજવું તો ચાલશે?

9:24 AM  
Anonymous Anonymous said...

Nirlep:
jai gurjari, saras rachana

7:29 AM  
Anonymous Anonymous said...

Dr Vivek:
પ્રિય ચેતનભાઈ,
આ વરસાદી ગઝલ મસ્ત છે, યાર ! ભીંજવી ગઈ...

7:30 AM  
Anonymous Anonymous said...

Khevana:
its good.... pan prem ane environment mix na thaya hot to vadhhara maja avat

7:31 AM  
Anonymous Anonymous said...

Pinki:
saras chetanbhai.......
kem chho
mumbaima to chomasa
kya korakat ??

7:32 AM  
Anonymous Anonymous said...

Ashik:
Aava chaumasa ma kae dhabkar chuki jae chhe hriday.
Aane kae avi sunder kavitao vachi bhinjai jae chhe hriday.
Jao aekant male kae to adu avru lakva basi jae chhe hriday.

Jay Gurjari,
Ashik Punjani

7:32 AM  
Anonymous Anonymous said...

Shailya:
Wah Wah Cehtanbhai...
Shu varasadi mahol jamvayo 6...

Thanks a lot..
Shailya

7:33 AM  
Anonymous Anonymous said...

Jay ~ તમે વાતો:
વરસાદ બોલાવે તને, તું આવશે?
મુજ હાથને શું, હાથ તારો ઝાલશે?

wah! wah! wah!.... very nice poem,....

7:33 AM  
Anonymous Anonymous said...

અતીતના ઝરૂખેથી:
sundar.................

7:33 AM  
Anonymous Anonymous said...

Person:
good one
tamari aa rachna mara blog par muki saku?

7:34 AM  
Blogger સુરેશ જાની said...

સટ્ટાખોરોની,
હરીફાઈ જામી છે
પ્રભુ ભક્તિમાં.
---------
શાને દુકાળો આવતાં, એ સોચ તું!
સીમેન્ટી ફાગો, જો અહીયાં ફાલશે!
---------

સાવ સાચી વાત. મને બહુ જ ગમતા આ બે વીશય.

12:32 PM  
Anonymous Anonymous said...

વરસાદ બોલાવે તને, તું આવશે?
મુજ હાથને શું, હાથ તારો ઝાલશે?

રેઇનકોટી જિંદગી તું જીવતો,
બે ઘડી હું ભીંજવું તો ચાલશે?

કેટલા ચોમાસા કોરા કટ ગયા!
આ સાલ તો એ લાજ તારી રાખશે ?

આ શેરો ખૂબ જ સુંદર થયા છે!

છંદમાં ઘણી મૂંઝવણ અનુભવી... ઘણા શેરોમાં બદલાઈ હોય જતો લાગ્યો... એટલે કયો છંદ છે એ ખ્યાલ ન આવ્યો.

2:38 PM  
Blogger jjugalkishor said...

રેઇનકોટી જિંદગી તું જીવતો,
બે ઘડી હું ભીંજવું તો ચાલશે?

સરસ ઉઠાવ અપાયો છે, રેઈનકોટી જીવન પર.

5:52 PM  
Blogger shubham said...

shubhanaala, maara bhai savar na pormaa maja karaavee tame,aabhar em lakhu^?

6:58 PM  
Anonymous Anonymous said...

જય ગુર્જરી..
વરસાદી ગઝલ ગમી.
સુનીલ શાહ
http://sunilshah.wordpress.com

7:18 PM  
Anonymous Anonymous said...

thanx chetanbhai 4 mail
saras rachna che.
tamne pan varsad mubarak.

Prachi Vyas

7:23 AM  

Post a Comment

<< Home