Saturday, July 15, 2006

મુંબઈ ૭/૧૧ એક ગઝલ,

છો, મુંબઈ પર ઘાત ઊપર ઘાત છે,
આતંક ને, પણ મા'ત ઊપર મા'ત છે,

નિર્દોષ ની પણ જીંદગી હોમાય છે,
સાચ્ચું કહેજે, આમાંયે પ્રભુ, તુજ હાથ છે ?

હો રામ કે હો મોહમદ ક્યાં ફેર છે !
તલવાર ને ક્યાં જાત છે, ક્યાં પાત છે .

જો, કેટલી જલ્દી, એ ઊભી થાય છે,
ઓ મુંબઈ ! તુજને સલામો લાખ છે.

ચેતન ભલેને, લાગે જડ; છે લાગણી,
હર દિલ મહીં, હર કોઈનાં આઘાત છે.

૧૫.૦૭.૨૦૦૬

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

2 Comments:

Blogger urmisaagar.com said...

નમસ્તે ચેતનભાઇ,

આજે જ તમારો બ્લોગ જોયો અને માણ્યો પણ... મુંબઇ ઘટના વિશેની આ ગઝલ ખૂબ જ સરસ અને હ્રદયસ્પર્શિ લાગી...

ખૂબ ખૂબ અભિનંદન!!

સસ્નેહ,
"ઊર્મિ સાગર"
www.urmi.wordpress.com

12:57 PM  
Anonymous Anonymous said...

ચેતનભાઇ , સરસ રચના છે...
amit pisavadiya

8:12 AM  

Post a Comment

<< Home