Thursday, July 27, 2006

આંધળું ના દોડ..... તું.

શહેર માં રહી, આપણી જીંદગી કેટલી જડ થઈ ગઈ છે,આંખો બંધ કરી ભાન ભૂલી આપણે દોડતાં રહીયે છીએ!
ત્યારે... કોઈ સારી-સભાન શ્રણે જન્મેલી એક ગઝલ...

આંધળું ના દોડ તું,
આંબવાનું છોડ તું..

કાં દિવાલોમાં ફસે?
દિલની બારી, ખોલ તું..

લાગણી લક્ષ્મી વળે?
પ્રેમથી કર જોડ તું..

રોજ કડવા વેણ કાં?
શબ્દ મીઠાં બોલ તું..

કાં દિશા સો સો ફરે ?
મનને પાછો મોડ તું..

કેવી જૂઠી જીંદગી!
સત્યને ઢંઢોળ તું...

તરસે; વલખે જીંદગી.
ઝાંઝવા ફંફોળ તું...

પાયણાં પુજતો નહીં,
કરજે મનુનાં મોલ તું...

જડ મહીં, ચેતન હશે!
શોધ, એને શોધ તું....

આપનાં કિમતી અભિપ્રાય જરૂર આપશો...જય ગુર્જરી,ચેતન ફ્રેમવાલા

6 Comments:

Anonymous Anonymous said...

સરસ ગઝલ... અને મક્તાનો શેર તો દિલમાં અંકાઈ ગયો...

પણ આ બે શેર બરોબર સમજી નથી શક્યો... મારા 'જડ' માનસમાં થોડું 'ચેતન' આણી શકશો ?



લાગણી લક્ષ્મી વળે?
પ્રેમથી કર જોડ તું..

પાયણાં પુજતો નહીં,
કરજે મનુનાં મોલ તું...

-વિવેક

7:37 AM  
Blogger Chetan Framewala said...

પ્રિય વિવેક ભાઈ
આપના અભિપ્રાય માટે આભાર,
સર્જન વખતે ભાવ આ પ્રમાણે હતાં,
લાગણી લષ્મી વળે? (નહીં મળે)
પ્રેમ્થી કર જોડ તું ( તો બધું મળશે)

પાયણાં પૂજતો નહીં ( પત્થર ની મુર્તી પર પૈસા ના બગાડ )
કરજે 'મનુ'નાં મોલ તું ( એના કર્તાં જિવતા મનુષ્ય ની મદદ કર )

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

7:38 AM  
Anonymous Anonymous said...

એકદમ સરળ શબ્દોમાં લખાયેલી ખૂબ જ સરસ કવિતા છે... મને ખૂબ જ ગમી.
આભાર ચેતનભાઇ!!


ઊર્મિસાગર

7:40 AM  
Anonymous Anonymous said...

શ્રી ચેતનભાઇ
ટૂંકી બહર(છંદ)ની ગઝલમાં જે લાઘવ જોઇએ તે આમાં છે
સુંદર ગઝલ
નીરજ

7:41 AM  
Anonymous Anonymous said...

> કેવી જૂઠી જીંદગી!
> સત્યને ઢંઢોળ તું...
>
> જડ મહીં, ચેતન હશે!
> શોધ એને શોધ તું....

Simply Superb, Chetanbhai.

7:42 AM  
Anonymous Anonymous said...

Somehow, this computer I am using is not letting me send mail in Gujarati :-) Well, all I wanted to say was that it is a very nice gazal. Specially liked the makta and 2nd sher. Keep it up !

Thanks,
Dhaval,

7:45 AM  

Post a Comment

<< Home