Monday, September 18, 2006

થોડા મુક્તક

જીંદગી બસ એક ઝટકે પૂરી- ભૈ,
શ્વાસ ને ઉછ્ વાસની, મજબૂરી- ભૈ.
ઝાડ જેવા ઝાડ પર 'ચેતન' રડે?
માનવી જ્યાં લાગતો, મામૂલી -ભૈ!
************************
બસ અપેક્ષા એટલી,રાખી અમે,
ફૂલોની ફોરમ સદા ચાખી અમે.
સત્ય સમજાતાં- ભલે છોડ્યું બધું,
જીંદગી,ચેતન- કુવે નાખી અમે
***********************
તું સમયને આંબવાનું છોડી દે,
રાત-દી' ફંફોસવાનું છોડી દે.
જે લખ્યું છે; એટલું ચેતન મળે!
હસ્ત-રેખા માંઝવાનું છોડી દે..
********************
આપનાં અભિપ્રાય અનિવાર્ય છે.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા..

4 Comments:

Blogger વિવેક said...

કોઈ પણ પ્રસંગ કે કાવ્યને અનુરૂપ કાવ્ય લખવાની કળા આપને સહજરીતે જ હસ્તગત થઈ છે... ક્યારેક મને ઈર્ષ્યા પણ આવે છે... સુંદર મુક્તકો, ચેતનભાઈ!

2:32 AM  
Anonymous Anonymous said...

bahu saras chetan bhai mani mukine manava malyu....pahelij vakhat tamara blogni visitma .......babu rabari gujarat ahmedabad

8:37 AM  
Anonymous Anonymous said...

hast reha maanjvaanu chhodee de.......wahwah.....
kavi ni kalpana gagan ma vihre chhey ne tyare j antar ma ava sabdo sphoorey chhey.....

3:17 AM  
Anonymous Anonymous said...

તું સમયને આંબવાનું છોડી દે,
રાત-દી' ફંફોસવાનું છોડી દે.
જે લખ્યું છે; એટલું ચેતન મળે!
હસ્ત-રેખા માંઝવાનું છોડી દે.

બહુ ગમ્યુ...
સુંદર મુક્તકો...
અભિનંદન...

7:20 AM  

Post a Comment

<< Home