Monday, October 16, 2006

ત્રીજો કિનારો..........

કાં સતત તરતો રહે ત્રીજો કિનારો ?
ક્યાંક તો મળતો રહે ત્રીજો કિનારો.

છે સમયની રેત પર મારી પ્રતીક્ષા ,
રાત-દી' સરતો રહે ત્રીજો કિનારો.

મુજને હું શોધું સતત , ના-મુજને મળતો,
મુજને તો છળતો રહે ત્રીજો કિનારો....

દરિયામાં નાખીને પત્થર ,જોઈ લીધું.
રામ શો, ફળતો રહે ત્રીજો કિનારો.

દોસ્ત તો , કોઈ નથી મારા છતાંયે,
દુનિયાથી, લડતો રહે ત્રીજો કિનારો.

ભવ-ભમળમાં ડૂબવાની હો ઘડી કો',
માર્ગ કો' ધરતો રહે ત્રીજો કિનારો.

જીંદગીમાં આવે જો કડવાશ થોડી,
મધુ બની ભળતો રહે ત્રીજો કિનારો.

જડ બની ચેતન ભલે ફરતો સદાયે!
જડ મહીં ઝરતો રહે ત્રીજો કિનારો..

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

3 Comments:

Anonymous Anonymous said...

i always admire your work ,keep writing more.

kishor shah

1:04 AM  
Blogger વિવેક said...

સરસ કવિતા, ચેતનભાઈ...

9:05 AM  
Anonymous Anonymous said...

સરસ રચના ચેતનભાઈ... મને વિવેકની ત્રીજા કિનારાવાળી રચના અને ત્યાં કોમેંટમાં તમે મૂકેલી લગભગ આજ રચના યાદ આવી ગઈ... http://vmtailor.com/archives/84

એ જ રચનાને ફરીથી મઠારી-વધારીને વધારે સરસ બનાવીને મૂકી છે. અભિનંદન.

ઊર્મિ (www.urmisaagar.com)
Email: urminosaagar@yahoo.com

6:58 PM  

Post a Comment

<< Home