Monday, December 11, 2006

૨૦ વર્ષ જૂની યાદની ........ એક નવી ગઝલ.......

જ્યાં જરી આકાશ જો ઘેરાય છે
યાદનાં વાદળ વરસતાં જાય છે.

હું અરીસે મુજને શોધું, પણ પ્રિયે,
તું જ કાં એમાં સતત દેખાય છે ?

આંગળી બસ તેં અડાડી એટલે,
એ લજામણ છોડ શી બીડાય છે .

આમ તો ના-ના કહે છે એ હજી
મન મહીં તો એ હવે હરખાય છે.

આંખ જો ખોલું, તો તું ભાગી જતી
બંધ આંખે, હાજરી વર્તાય છે.

તું હશે, હું એમ માની દોડતો
બારણે જ્યારે ટકોરા થાય છે.

હો સુગંધો પ્રેમની, ચેતન ઘણું.
એટલામાં વેદ સગળા માય છે.


આપનાં અમુલ્ય અભિપ્રાય અનિવાર્ય છે..

જય ગુર્જરી.
ચેતન ફ્રેમવાલા

5 Comments:

Blogger વિવેક said...

સુંદર કવિતા, ચેતનભાઈ!

હું અરીસે મુજને શોધું, પણ પ્રિયે,
તું જ કાં એમાં સતત દેખાય છે ?

આંખ જો ખોલું, તો તું ભાગી જતી
બંધ આંખે, હાજરી વર્તાય છે.

-સરસ અભિવ્યક્તિ...

5:30 AM  
Anonymous Anonymous said...

આમ તો ના-ના કહે છે એ હજી
મન મહીં તો એ હવે હરખાય છે.

સુંદર શબ્દો...

7:12 AM  
Anonymous Anonymous said...

very nice...

7:29 AM  
Anonymous Anonymous said...

ખુબ સુંદર રચના...

આમ તો ના-ના કહે છે એ હજી
મન મહીં તો એ હવે હરખાય છે.

કંઇક આવી જ પંક્તિઓ ક્યારેક સુઝી હતી.

મનથી હોઠ સુધી આવતા, વાત કેવી બદલાય છે
"છોડીશ ના" કહેવુ છે પણ "છોડ ને!" કહેવાય છે.

10:04 PM  
Blogger Unknown said...

gami jai tevi vaat kahi chhe.

4:45 AM  

Post a Comment

<< Home