Wednesday, January 17, 2007

૫૦ દીક્ષાર્થીઓનાં વરઘોડો નાં દર્શન કરતાં રચાયેલ ગઝલ

હું હવે મુજને કદી મળતો નથી.
શોધતાં યે હું હવે જડતો નથી !

ખુદને જોતાં તો હવે લાગે મને
મારા દિલમાં ઈશ કાં વસતો નથી?

કાચની થોડી લખોટી હો, તો બસ
નવલખા હીરામાં, હું ભમતો નથી.

બસ પરમને પામવું મુજને હવે.
મોહ કે માયા થકી ડગતો નથી.

આંખ હું બીડું ને બસ, પામું તને
તેથી તો ચેતન હવે ખપતો નથી.

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય અમૂલ્ય છે...

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

5 Comments:

Anonymous Anonymous said...

સરસ ગઝલ!

હું હવે મુજને કદી મળતો નથી.
શોધતાં યે હું હવે જડતો નથી !

સરસ વાત... આ વાંચીને મને મારી જ એક પંક્તિ યાદ આવી ગઇ...
તારામાં ક્યાંક ખોવાઇ ગયેલી હું,
મળી નહીં ક્યારેય પાછી મને હું!

ત્રીજા શેર વિશે...
'મન ભમતો નથી' એવું આવે કે પછી 'મન ભમતું નથી' એવું આવે??

9:12 AM  
Blogger વિવેક said...

ઊર્મિની વાત સાથે હું સહમત છું... સરસ ગઝલ...

11:17 PM  
Anonymous Anonymous said...

સરસ વાત લખી ચેતનભાઇ. ભમતુ નથી ને બદલે ભમતો નથી વાપર્યું છે એ ભલે વ્યાકરણની દ્રષ્ટિએ અયોગ્ય હોય, તેમ છતાં શું સર્જનાત્મક સ્વતત્રતા/છૂટછાટ (creative freedom) ખાતર એ સ્વીકાર્ય ન ગણી શકાય?

1:49 AM  
Anonymous Anonymous said...

Very nice Chetanbhai
Niraj Mehta

8:41 PM  
Blogger Chetan Framewala said...



Rajesh Patel Wah chetan bhai bahot achhe,,kya bat!!
18 hours ago · Unlike · 1

Arti Parikh વાહ જોરદાર....
18 hours ago · Unlike · 1

Piyush Parmar સરસ !
18 hours ago · Unlike · 1

Suresh Kotak khoob saras..
17 hours ago · Unlike · 1

Jyotindra Joshi કાંચની થોડી લખોટી હો, તો બસ
નવલખા હીરામાં, મન 'ભમતો' નથી.--- nice boss
17 hours ago · Unlike · 1

Hema Mehta kya baat hai, chetanbhai...
16 hours ago · Unlike · 1

Kevin Christian ખુદને જોતાં તો હવે લાગે મને
મારા દિલમાં ઈશ કાં વસતો નથી?
wah.....
14 hours ago via mobile · Unlike · 1

Mukesh Adenwala કાંચની થોડી લખોટી હો, તો બસ
નવલખા હીરામાં, મન 'ભમતો' નથી.
and the following .........

બસ પરમને પામવું મુજને હવે....See More
14 hours ago · Unlike · 1

Muhammedali Yusuf Bhaidu Wafa ચેતન ભાઈ!સુંદર કાફ્યા સર્જ્યા છે.ઘણા મિસ્રા, મત્લા સહિત વજન(ગાલગાગા-ગાલગાગા-ગાલગ)માં રચાયા છે.આખી રચના એજ વજનમાં કંડારી લો તો? ક્ષમા સહિત.મુહમ્મદલી વફા
10 hours ago · Unlike · 1

11:43 PM  

Post a Comment

<< Home