યાદ ની ફરીયાદ......
મારગે મારગ નડ્યા, હું શું કહું
યાદોનાં સ્મારક પડ્યા, હું શું કહું..
હું હજી જીવી શકું તારા વિના !
શ્રાપ આ કોનાં ફ્ળ્યા? હું શું કહું !
ચાંદનીનાં ઘા હજી તાજાં હતાં,
ને ફરી તારા ખર્યાં હું શું કહું.
પ્રેમ સાગરને ઊલેચો ના હવે
ઝેર સૌ મુજને મળ્યા, હું શું કહું
જીંદગી ભર એ ભલે ડૂબી રહ્યાં
જડ થઈ, ચેતન તર્યાં હું શું કહું
હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય અનિવાર્ય છે.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
યાદોનાં સ્મારક પડ્યા, હું શું કહું..
હું હજી જીવી શકું તારા વિના !
શ્રાપ આ કોનાં ફ્ળ્યા? હું શું કહું !
ચાંદનીનાં ઘા હજી તાજાં હતાં,
ને ફરી તારા ખર્યાં હું શું કહું.
પ્રેમ સાગરને ઊલેચો ના હવે
ઝેર સૌ મુજને મળ્યા, હું શું કહું
જીંદગી ભર એ ભલે ડૂબી રહ્યાં
જડ થઈ, ચેતન તર્યાં હું શું કહું
હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય અનિવાર્ય છે.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
6 Comments:
ચાંદનીનાં ઘા હજી તાજાં હતાં,
ને ફરી તારા ખર્યાં હું શું કહું.
-સુંદર વાત... અભિનંદન..
ચાંદનીનાં ઘા હજી તાજાં હતાં,
ને ફરી તારા ખર્યાં હું શું કહું.
આ શેરમાં ભાવ ન સમજાયો.
'ચાંદની' એ મારી સાથે નો નાતો તોડ્યો ,ના ઘા માંડ રૂઝાયાં ત્યાં ખબર મળ્યાં કે
એણે તો મુંબઈ પણ છોડી દીધું ..
ચાંદનીનાં ઘા હજી તાજા હતાં
ને ફરી તારા ખર્યા હું શું કહું.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
સરસ ગઝલ છે ચેતનભાઇ!
દાદ દેવાની ઘણી ઇચ્છા હતી
શબ્દ બહુ ઓછા પડ્યા હું શું કહું
-હેમંત પુણેકર
NICE POEM
wah chetan wah...well..well.....ghayal ni gat ghayal jane....i can understand ur state of mind...tiger...u poets are very emotional i must say,,,well..burry the past, forget the rest and live and enjoy the present and envisage the future...i feel...it calls for a MUSAYRO...for all fan of urs...where u present ur collection of poetry over a cup of hot coffee,,,what do u say...cheers...
Post a Comment
<< Home