Tuesday, April 03, 2007

ચાંદની.

કેટલી મદહોશ લાગે ચાંદની,
પ્રેમનો આગોશ લાગે ચાંદની.

દાગ આ કાળા તને ક્યાંથી થયા?
બેવફાનો દોષ લાગે;.......ચાંદની !

હો જખમ તો તું તરત મરહમ થતી,
મુજને તો, પાડોશ લાગે ચાંદની.

હું સફરમાં કોક દી' થાકી જતો,
તું નવો કો' જોશ લાગે ચાંદની.

કો' અષાઢી સાંજે તું દીશે નહીં,
તારો મુજને સોસ લાગે ચાંદની.

સીરમીટી જંગલે હું રીબતો!
લીલા પાને ઓશ લાગે ચાંદની..

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

4 Comments:

Blogger ...* Chetu *... said...

very nice..!

2:33 PM  
Blogger વિવેક said...

સુંદર રચના...

2:22 AM  
Blogger Chetan Framewala said...

preetam lakhlani says:
January 15, 2011 at 11:22 pm
very nice gazal………

pragnaju says:
February 16, 2011 at 1:19 pm
કેટલી મદહોશ લાગે ચાંદની,
પ્રેમનો આગોશ લાગે ચાંદની.

દાગ આ કાળા તને ક્યાંથી થયા?
બેવફાનો દોષ લાગે;…….ચાંદની !
…………………………….
“ઢળતી થઇ તો ઢળતી જ થશે,
રજની મહીં ચંદ્ર ઉગે ને ઉગે;
હજુ દિવસ છે,ફુલડાં લઇ લે,
ફરી લે, રમી લે, હસી લે તું સખે! “

ભમતી’તી આછી વાદળીઓ, કંઇ ધ્યેય વિના અહીંયાં તહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.”

“હું બિંદુ સુંદર માત શારદને લલાટે ચંદ્ર શું,
મુજને સદા યોજો સમજથી, ચિત્ત બનશે ઈંદ્ર શું.”

“આ સળગવું, આખરે, શું ચીજ છે?
ચાંદ પૂછે કોડિયાને, કાનમાં.”

“ચાલો એ રીતે ભાર ઓછો થશે, આ પૃથ્વીનો,
સૂણ્યું છે, ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે. “

5:52 AM  
Blogger Chetan Framewala said...

http://www.forsv.com/guju/?p=1025

5:53 AM  

Post a Comment

<< Home