Saturday, June 16, 2007

25 વર્ષે શાળાની યાદો…

શાળા છોડ્યા ના(૧૯૮૨થી) 25 વર્ષ બાદ 145 માંથી 67 મિત્રોને ભેગા કરી, સહકુટુંબ મળવાનો લ્હાવો ૧૦મી જૂન ૨૦૦૭ ના મળ્યો.
એ પ્રસંગે લખાયેલી ગઝલ.


શાળા છોડી, પણ ભુલ્યા ક્યાં.
યાદો થોડી, પણ ભુલ્યા ક્યાં.

છો ગણિત-ભાષા માં, કાચા,
ચીઠ્ઠી-કૉપી, પણ ભુલ્યા ક્યાં.

બેંચ ઊપર ઊભા કરતાં,
ડસ્ટર-સોટી, પણ ભુલ્યા ક્યાં.

રાજ-પિપળા ,નાવ્હા ગ્યા’તાં,
કાચી રોટી, પણ ભુલ્યા ક્યાં.

દિલમાં ઊગ્યાં પ્રેમ-પુષ્પો,
મ્હેક નો’તી,પણ ભુલ્યા ક્યાં.

કાને કાને વાતો થાતી,
સાચી-ખોટી,પણ ભુલ્યા ક્યાં.

આ છે મારો ! પેલી મારી!
અમથી જોડી,પણ ભુલ્યા ક્યાં.

ચાલો ચેતન, નાના થઇએ,
આંખો રોતી, પણ ભુલ્યા ક્યાં…….

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

5 Comments:

Anonymous Anonymous said...

સુંદર ગઝલ...

9:05 PM  
Anonymous Anonymous said...

સરસ ગઝલ .
ખોટું ન લગડો તો -
રાજ-પિપળા નહીં પણ રાજ-પીપળા

4:41 PM  
Anonymous Anonymous said...

NICE.....MAY YOU GET INSPIRATIONS FOR MORE...

6:58 PM  
Anonymous Anonymous said...

Kubj saras

9:14 AM  
Anonymous Anonymous said...

કોઇ લૌટા દે મેરે બીતે હુવે દિન

કાશ કે સ્મય ત્યાં જ થંભી જાત..
કાશ કે આપણે મોટા જ ન થયા હોત ..
કાશ કાશ કાશ કાશ

ખુબ સરસ

http://neeta-kotecha.blogspot.com/

6:52 PM  

Post a Comment

<< Home