Tuesday, December 04, 2007

જેવો છું એવો સ્વીકારો......

હું જેવો છું એવો મુજને સ્વીકારો ને!
સાચ્ચો,કડવો,તીખો છું,મુજને માણોને.

આખે આખો સારો છું એવું ક્યાં કહેતો?
થોડા-ઝાઝા દોષો સાથે અપનાવો ને!

શીશા જેવું ચોખ્ખું દિલ લઇને આવ્યો છું,
મુજ દિલમાં ડૂબી જાઓ,મુજને તારો ને!

ચાહતની સોગાદો આપે પરને વાંટી,
થોડી બસ થોડી ચાહત મુજને ફાળો ને!

શંકાની નજરે શાને મુજને જૂઓ છો,
શંકાથી પર કો'દી મુજને આણો ને!

જડ થઇ ગ્યો છું,ભૌતિકતાના દાવાનળમાં,
જડ હૈયામાં ચેતન જેવું સંચારો ને!

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો .

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

15 Comments:

Anonymous Anonymous said...

સરસ રચના છે ચેતનભાઈ! છે ગઝલ, પણ વાંચું છું તો ગીતને માણ્યું હોય એવો અનુભવ થાય છે!

6:06 AM  
Blogger નીરજ શાહ said...

શીશા જેવું ચોખ્ખું દિલ લઇને આવ્યો છું,
મુજ દિલમાં ડૂબી જાઓ,મુજને તારો ને!

ખૂબ સરસ... બધા જ શેર ગમ્યાં..

6:10 AM  
Anonymous Anonymous said...

સરસ ગઝલ છે.

6:30 AM  
Anonymous Anonymous said...

હું જેવો છું એવો મુજને સ્વિકારો ને!
સાચ્ચો,કડવો,તીખો છું,મુજને માણોને.

નખ-શિશ સારો છું હું એવું ક્યારે કહેતો?
થોડા-ઝાઝા દોષો સાથે અપનાવો ને!

ચાહતની સોગાદો આપે પરને વાંટી,
થોડી બસ થોડી ચાહત મુજને ફાળો ને!
આખી ગઝલ અહીં વાંચો
----------------------------------
બે જોડણી ભુલો તરફ ધ્યાન દોરું?
'સ્વીકારો ' અને ' શીશ ' જોઈએ.

ધ્યાન દોરવા બદલ માફ કરશો ને? મારી તો આવી અસંખ્ય ભુલો થતી હતી,માટે જ મેં 'ઉંઝા' જોડણી અપનાવી છે.
છાતી પર હાથ રાખીને કહેજો - તમારે ઘેર સાર્થ કોશ છે? અને હોય તો દરેક લખાણ ચકાસી શકાશે?
મારી પાસે તો નથી, અને હોય તો તે હમ્મેશ વાપરવો અવ્યવહારુ છે.

સાહીત્ય રસીકોની આ હાલત હોય તો, અસાહીત્યીક લોકો કેવી ભાશા વાપરે છે, તે પણ વીચારી જોજો.
સુરેશ્ભાઈ જાની

12:32 AM  
Blogger Chetan Framewala said...

જોડણીની ખામી તરફ ધ્યાન દોરવા બદલ દાદાનો આભાર,જોડણી સુધારી ફરી પોસ્ટ કરૂં છું.

12:34 AM  
Blogger વિવેક said...

જડ થઇ ગ્યો છું,ભૌતિકતના દાવાનળમાં,
જડ હૈયામાં ચેતન જેવું સંચારો ને!

-સુંદર વાત

10:49 PM  
Anonymous Anonymous said...

સરસ લખ્યું છે...

2:30 AM  
Blogger Unknown said...

ચાહતની સોગાદો આપે પરને વાંટી,
થોડી બસ થોડી ચાહત મુજને ફાળો ને!

khub j saras...

6:34 AM  
Anonymous Anonymous said...

જેવા છો તેવા સારા છો.

11:39 PM  
Anonymous Anonymous said...

== ટુંક નોંધ==
ચેતનભાઇ, આ બ્લોગ ઉપર ગુજરાતીમાં લખું છું. આપની ઘણીં કવીતાઓ, ગજલો વગેરે વાંચેલ છે. કોઇકે જોડણી બાબત પણ લખેલ છે. આમ તો મારી પાસે ગુજરાતીમાં સાર્થ જોડણીકોષ ૧૯૭૧થી છે. ખીસા કોષ છે. કેકા શાશ્ત્રીના બને મોટા કોષ પણ છે. વળી ચંદરિયા સાહેબની સ્પેલ ચેક સીડી પણ છે. ગુજરાતી સાહીત્યનો સભાસદ ઘણાં વર્ષોથી છું. આ જોડણીની મને આજે મોટી ઉમરે સમજણ ન પડી તે ન પડી. રવીવારે જરુર મળશું. લી. વ્હીકેવ્હોરા

9:00 PM  
Anonymous Anonymous said...

applies to just married or young couple, like me

4:22 AM  
Blogger Unknown said...

Nice poem, find it when looking for gujarati poems or good messages on father -any suggestions pl. post it - thanks Radha

12:32 PM  
Anonymous Sapana said...

nice poem.

Sapana

8:40 PM  
Anonymous Anonymous said...

ચેતનભાઈ, હવે નવી નવી કવીતાઓ કે ગઝલો લખો અને અહીં મુકો. લી. વીકેવોરા

9:33 AM  
Anonymous vkvora Atheist Rationalist said...

ચેતનભાઈ, હવે નવી નવી કવીતાઓ કે ગઝલો લખો અને અહીં મુકો. લી. વીકેવોરા

9:35 AM  

Post a Comment

<< Home