Thursday, March 12, 2009

મંદી

શક્તિ આપો મંદી કેરા ઘાવ સૌ ઝેલવાને.
લક્ષ્મી આપો તેજી માટે દાવ બે ખેલવાને!
હાર્યો ચેતન બમણું રમતો, બાજી હારી ફરીથી,
બુદ્ધિ આપો મુજને આજે, લાલચો મેલવાને !

**************
આ મંદી મારી નાખે છે,
ભૈ બોજ ભારી નાખે છે.
કે માંડ નવડાં મળતા'તા,
એ મીંડા કાઢી નાખે છે.

હંમેશ મુજબ અભિપ્રાય આપશો.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

3 Comments:

Anonymous Anonymous said...

હા.. હા... હા...


ક્યા બાત હૈ ! મજાની પ્રાસંગિક કવિતા....

અભિનંદન, દોસ્ત !

6:10 AM  
Blogger BHARAT SUCHAK said...

bahu saras chetanbhai

8:30 AM  
Blogger ધવલ નવનીત said...

mazza avigai bhai..avu sarash sarash vachava amane amantran appjo

10:10 AM  

Post a Comment

<< Home