Saturday, April 19, 2008

કરપ્ટ જીવન .....

લાંચ તો લેતાં હશો, સાચ્ચું કહો !
ને દગો દેતાં હશો, સાચ્ચું કહો!

દેશને નુકશાન હો, તો મુજને શું?
આવું પણ કે'તાં હશો, સાચ્ચું કહો !

આંખ સામે છો નગર બળતું રહ્યું.
આપ તો, છેટાં હશો સાચ્ચું કહો !

લાગણી પણ ખેલ લાગે આપને.
જડ બની રે'તાં હશો સાચ્ચું કહો.

વીર સૈનિક ની શહીદી વેંચતાં,
પાપીઓ ; નેતા હશો, સાચ્ચું કહો,

છો ને જૂઠી જિંદગી, ચેતન મળી,
આપ પણ એંઠાં હશો, સાચ્ચું કહો !

આપનાં અભિપ્રાય અણમોલ છે......

જય ગુર્જરી,

17 Comments:

Anonymous Anonymous said...

આંખ સામે છો નગર બળતું રહ્યું.
આપ તો, છેટાં હશો સાચ્ચું કહો !

લાગણી પણ ખેલ લાગે આપને.
જડ બની રે'તાં હશો સાચ્ચું કહો.
આ બે શેર વીશેષ ગમ્યા.
સુનીલ શાહ
http://sunilshah.wordpress.com

5:05 AM  
Blogger None said...

Nice one. Thanks Chetanbhai.

7:25 AM  
Anonymous Anonymous said...

Nice one !
I am placing this poem in my kavya section..
www.vijayshah.wordpress.com
&
www.vijayshah.gujaratisahityasarita.org
Thanks..

7:36 AM  
Anonymous Anonymous said...

આંખ સામે છો નગર બળતું રહ્યું.
આપ તો, છેટાં હશો સાચ્ચું કહો !
લાગણી પણ ખેલ લાગે આપને.
જડ બની રે'તાં હશો સાચ્ચું કહો.
...આવું લાગે-અમારો આત્મા ડંખે
છતાં હજુ નગર બળે ત્યારે જડ
કેમ થઈ જઈએ છીએ?
પ્રજ્ઞાજુ વ્યાસ

8:53 AM  
Anonymous Anonymous said...

સુંદર રચના...

11:45 PM  
Blogger Shama said...

sundar...

11:45 AM  
Anonymous Anonymous said...

REALLY LIKED THE RACHANA...,CONGRATS
Dr. Chandravadan Mistry.
invited to visit>>>
www.chandrapukar.wordpress.com

6:22 AM  
Blogger Unknown said...

saras lakhai chhe, thanks Chatanbhai.

4:19 AM  
Anonymous Anonymous said...

ખૂબ સરસ ગઝલ. બધા શેર અર્થસભર છે.

7:37 AM  
Anonymous Anonymous said...

pravinash1 (13:49:16) :

પોતાના આ જગે પારકા થયા
છાના આંસુ સારતા હશો સાચ્ચુ કહો

રાતભર જાગ્યા નિંદરરાણી ન આવી
કો’કની રાહ તાકતા હતા સાચ્ચુ કહો

10:41 AM  
Anonymous Anonymous said...

rasa swad of this Gazal by Pravinbhai Shah

log in at :-
http://vijayshah.wordpress.com/page/2/

10:42 AM  
Anonymous Anonymous said...

Dost tame radif ni pasandgi ma j baaji mari lidhi che. Sundar rachna.

2:57 AM  
Anonymous Anonymous said...

ખુબ જ સરસ,સુંદર અને સચોટ વાત..કાશ કે બધા સમજે આ વાત ને..ચેતન ભાઈ અભિનંદન

6:27 AM  
Anonymous gujarati said...

bahu sarasa chetanbhai
bahu saras rita kahi che ane samajava jevi rita je samaje tena mate

8:25 PM  
Anonymous Anonymous said...

Hi,

Thank You Very Much for sharing this great article here.

-- Gir National Park | Sasan Gir | Jamnagar

Nice Work Done!!

Paavan

4:26 AM  
Anonymous Sapana said...

Sunder!!corrupt lokana chera upar tamacho.

Sapana

8:45 PM  
Blogger Daxesh said...

સાચ્ચું કહું? .... સુંદર ગઝલ. :)
- દક્ષેશ કોન્ટ્રાકટર
(www.mitixa.com)

7:11 PM  

Post a Comment

<< Home