Friday, March 21, 2008

આપ સૌ ને હોળીની વધાઈ....

ચાલો આજે હોળી રમશું.
દ્વેષ સગળાં છોડી, રમશું.

મહિના વિત્યાં,બોલ્યા પણ ના!
સૌ અબોલા તોડી, રમશું...

શ્વેત - ચોખ્ખું દિલનું પાનું,
પ્રેમ રંગો, બોળી, રમશું.

આંખે-આંખે વાતો થાતી,
ચિતડું કોઈ ચોરી, રમશું.

છો સદા એ લીલા કરતો,
ગોપી તો સૌ ભોળી; રમશું.

રંગ ભગવો,લાગ્યો ભીતર!
માંહે ચેતન ખોળી, રમશું..

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો.

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

17 Comments:

Blogger સુરેશ જાની said...

હોળી રમવી સહેલી છે.
રાગ, દ્વેશ, માન્યતઓ, પુર્વગ્રહો છોડવા એટલા સહેલા નથી.

5:25 PM  
Anonymous Anonymous said...

* Girish joshi *:
વાતો પણ ના!
बोल्या पण ना शायद ज्यादा अच्छा लगे|
પ્રેમ રંગો,
प्रेम रंगे ज्यादा अच्छा लगे|
રંગ ભગવો,લાગ્યો ભીતર!
માંહે ચેતન ખોળી, રમશું..
मकता बड़ा सुंदर बनाया है|

10:17 PM  
Anonymous Anonymous said...

Vijaykumar:
આપ સૌ ને હોળીની વધાઈ....

saras.

paapno nash ane
doshono naash
te chhe holi no ullas

10:18 PM  
Anonymous Anonymous said...

લાંબા સમય પછી ગઝલ માણવા મળી... મજા આવી...


હોળી મુબારક....

5:11 AM  
Blogger kapil dave said...

khubaj saras


pahela holi ne pachi dhuleti etale pahela jo kyay holi kari hoy, to te bhuli ne anand ane utsah thi bhega mali ne ranberangi coular thi darek ne vidhavi ne bhega thavu

12:25 AM  
Blogger ...* Chetu *... said...

શ્વેત - ચોખ્ખું દિલનું પાનું,
પ્રેમ રંગો, બોળી, રમશું.


khub saras ..

4:28 PM  
Anonymous Anonymous said...

khevana
khub saras....lay jalvay chhe. except for one or two place. best of luck

11:52 PM  
Anonymous Anonymous said...

રંગ ભગવો,લાગ્યો ભીતર!
માંહે ચેતન ખોળી, રમશું..

very nice one.....!!

10:38 PM  
Anonymous Anonymous said...

હોળી મુબારક!

5:09 AM  
Anonymous Anonymous said...

Nicely written. Thanks for sharing.

6:34 AM  
Anonymous Anonymous said...

સુંદર ગઝલ... ટૂંકી બહેરમાં લાં...બી વાત !


હોળીની રંગરંગી શુભેચ્છાઓ...

1:16 AM  
Anonymous Anonymous said...

સુંદર હોળી-ગઝલ... અભિનંદન ચેતનભાઈ...! સૌ મિત્રોને હોળી-ધૂળેટીની શુભેચ્છાઓ...!http://urmisaagar. com/saagar/ ?cat=270

5:44 AM  
Anonymous Anonymous said...

Hi Chetan,Thanks for the sensible holi message Wish u & all ur family members the samewith regardsVasant Vora

5:47 AM  
Anonymous Anonymous said...

wah sundar chetan very nice !!!!
hasmukh Dharod

5:51 AM  
Anonymous Anonymous said...

શ્રી ચેતનવંતા ભાઇ, લાગણીભીના માણસો સરળ નથી મળતા
સંબંધો ના ફાણસ ઝળહળ નથી બળતા
મળે છે રુપાળા સુવાળા ઝાંકળ આ દુનિયા મા ઘણા
પણ એકલતા ના હુંફાળા વાદળ નથી મળતા તમારી કવિતાઓ એકલતા ને ભુલાવે છે.
આભિનંદન. ભરત મહેતા

7:31 AM  
Blogger PARESH / DEEPA said...

મારાં વાળનાં ઝુલ્ફાઓને રમાડી મારાં ગાલ પર ઠંડી ટપલિ મારીને ઊડી જતાં ઓ પવન ! શું તું જ રાત્રે વાવાઝોડું બનિને ત્રાટક્યો હતો ! જુઓ બ્લોગ=http://paresh08.blogspot.com/

10:48 AM  
Anonymous gujarati said...

khubaj sunder abhivyakti

8:29 PM  

Post a Comment

<< Home