Tuesday, September 14, 2010

શબ્દોનાં સથવારે ચાલ્યો.
આતમનાં અજવાળે ચાલ્યો.

ડગલે પગલે તારી યાદો,
યાદોનાં પથરાળે ચાલ્યો.

બાહર-ભીતર ક્યાં એ મળતો,
કો' ગેબી ભણકારે ચાલ્યો.

મીરા- નરસીં ગુંઝે જ્યાં જ્યાં
વીણાનાં રણકારે ચાલ્યો.

રસ્તા-મંઝિલ હું શું જાણું,
ચાલ્યો બસ અણસારે ચાલ્યો.

ચડતી-પડતી, તડકા- છાંયા,
જીવનની ઘટમાળે ચાલ્યો.

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

6 Comments:

Blogger વિવેક said...

રસ્તા-મંઝિલ હું શું જાણું,
ચાલ્યો બસ અણસારે ચાલ્યો.

- વાહ, સરસ શેર થયો છે!

ઘણા વખતે ગઝલ લઈ આવ્યા.....

4:46 AM  
Blogger વિવેક said...

This comment has been removed by the author.

4:46 AM  
Anonymous Anonymous said...

chetanbhai, saras gazal thai chhe.

aa sher to vaah vaah:

રસ્તા-મંઝિલ હું શું જાણું,
ચાલ્યો બસ અણસારે ચાલ્યો.

5:26 AM  
Blogger hp said...

શબ્દોનાં સથવારે ચાલ્યો.
આતમનાં અજવાળે ચાલ્યો.
અને ઉપ્રાંત આ પણ અગમ્યો...
રસ્તા-મંઝિલ હું શું જાણું,
ચાલ્યો બસ અણસારે ચાલ્યો
આદ્યાત્મિક અનેર લૌકિક અનુભૂતિ, સરસ
મળો મને @
http://himanshupatel555.wordpress.com
આભાર

3:08 PM  
Blogger chandresh said...

jivan ni vastavikta nu saras darshan karavu che

aapne hamesa chalta rahiye chiye pan rasto aapan ne kyare pan khabar nathi hoti

aapna vadilo ee banavel niyamo ane rasta par chaliye chiye pan sachu su che ee kadach aapanne khabar nathi hoti

9:22 PM  
Anonymous Anonymous said...

Very Nice!

3:21 PM  

Post a Comment

<< Home