Thursday, January 14, 2010

લખજો ગઝલ.

તાંણ્યાં છે જે તીર પર લખજો ગઝલ
પંખી કેરી ચીખ પર લખજો ગઝલ.

ગમ ખુશીમાં જે સતત વ્હેતાં રહે.
આંસુની તકદીર પર લખજો ગઝલ.

જે ખરે ટાણે જ ના બોલી શક્યા.
શબ્દોની તાસીર પર લખજો ગઝલ.

ફૂલને લાગ્યાં'તા ઘા જાણ્યાં હશે,
કંટકોની ટીશ પર લખજો ગઝલ.

સૌ સલામત છો, શુકર છે એમનો.
દેશના સૌ વીર પર લખજો ગઝલ.

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

11 Comments:

Anonymous Pancham Shukla said...

સરસ ચેતનભાઈ.

6:18 AM  
Anonymous વિવેક ટેલર said...

સુંદર રચના...

અભિનંદન...

11:15 PM  
Blogger Unknown said...

સુંદર ગઝલ...

2:02 AM  
Anonymous SV said...

Very well written, thanks for sharing.

4:30 AM  
Anonymous ઊર્મિ said...

સુંદર ગઝલ... અભિનંદન.

જે ખરે ટાણે ના બોલી શકાયા.
શબ્દોની તાસીર પર લખજો ગઝલ.

આ શે'રનાં ઉલા મિસરામાં છંદદોષ રહી ગયો છે...

કદાચ આવી રીતે નિવારી શકાય:

જે ખરે ટાણે જ બોલી ના શકાયા,
શબ્દોની તાસીર પર લખજો ગઝલ.

8:40 AM  
Blogger Chetan Framewala said...

Thank you Urmibrn, typing eroe thaee gae.
Chetan

6:22 AM  
Anonymous ડૉ.મહેશ રાવલ said...

અભિનંદન ચેતનભાઈ,સરસ ગઝલ થઈ છે.
એમાંય,
જે ખરેટાણે જ બોલી ના શક્યા
શબ્દોની તાસીર પર લખજો ગઝલ
-આ શૅર વધારે ગમ્યો......
ડૉ.મહેશ રાવલ

10:37 PM  
Anonymous divyesh said...

પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ' પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.

2:27 AM  
Blogger Unknown said...

Tari Kal'm no jawab Nathi Dost.khub sarash

6:58 AM  
Blogger Jivankala Foundation said...

vah ! saras gazal !
abhinandan

9:37 AM  
Blogger Madhav Desai said...

Chetan saheb,

People like you and others Indian bloggers have motivated me to start my own blog.

I like the way you write.

Do visit my blog www.madhav.in - as I will await your comments and suggestions.

Secondly, would like to invite you to write something at my blog to publish there as your creation. Will only be honoured.

10:57 AM  

Post a Comment

<< Home