Wednesday, July 20, 2011

ફૂટપાથી જિંદગી

જન્મદિન નો જે હતો બેનર હવે છે છાપરો,
કોક રીતે કામ આવે છે આ નેતા આપણો.

એક આ વરસાદ ને, પોલિસની પણ બીક છે.
ફૂટપાથી જિંદગીમાં, આ સમય શે કાપવો.

રાતભર બસ એક ડર છે, કો’ નશે ચકચુર થૈ;
કારનો કાબું છૂટે; અમ જીંદગીનો ખાતમો.

સાચું ખોટું હું ના જાણું, એક બસ મારો ધરમ.
કોઈ પણ રીતે મળે, પણ પેટમાં હો રોટલો.

ભુલ આ કેવી થઈ રે, ગામને છોડી દીધું,
આ નગરમાં જે જીવું છું, એ જીવન છે શ્રાપનો.

ચેતન ફ્રેમવાલા

3 Comments:

Blogger વિવેક said...

સરસ મુસલસલ ગઝલ..
બે એક વાત કહેવી છે.

એક, બેનર નપુંસકલિંગ હોવું ઘટે અને છાપરો શબ્દપ્રયોગ પણ યોગ્ય નથી લાગતું. આપણે છાપરું એમ બોલીએ છીએ. આ ઉપરાંત 'રોટલો' કાફિયો જામતો નથી.. આખી ગઝલમાં કાફિયા તરીકે 'આઅઓ' એમ લીધું છે જ્યારે 'રોટલો'માં 'ઓઅઓ' એમ કાફિયાનો આધાર બને છે...

6:46 AM  
Blogger hp said...

સરસ ગઝલ, આ ધરતી પર જીવાતા જીવન વિશેની.

7:00 AM  
Blogger ડૉ.મહેશ રાવલ said...

અભિવ્યક્તિનો ભાવ સરસ રહ્યો ચેતનભાઇ...
શ્રી વિવેકભાઇના પ્રતિભાવ સાથે હું ય સહમત.

11:55 PM  

Post a Comment

<< Home