Wednesday, February 21, 2007

ટાટા કેન્સર હોસ્પિટલ ---- બે દિવસ ..એક ગઝલ

ટાટા કેન્સર હોસ્પિટલ્માં પ્લેટ્લેટ્સ આપવા માટે બે દિવસ ગયો ત્યાં આ ગઝલ રચાઈ....

હું નથી કાઠી ફકત,એવું કહી એ કરગરે.
છું હું બંસી પ્રેમની,કોઈ મને હોઠે ધરે.

સાવ એકલ જીંદગી જીવી હવે રીબાઉંં છું
કોક તો એકાદ પગલું, આજ મુજ સાથે ભરે.

સત્ય છું હું એટલે, કડવાશ છે મુજમાં; છતાં
અંતરે ઊતારશો તો દૂધમાં સાકર ભળે.

પાપીઓની દુનિયામાં પણ્ પૂણ્યનું તો માન છે!
આંસુ અબળાનાં લૂછો તો આપને ઇશ્વર મળે.

જંગલો બાળી તમે, આખું નગર ઊભું કર્યું
આપનાં કીધાં સદાયે આપના હૈયે નડે.

હું ને છોડે જો તું ચેતન , પામશે તું સુખ બધાં
ને નફામાં જીવ તુજ, ભવ લાખ ચોર્યાશી તરે..

હંમેશ મુજબ આપ્નાં અભિપ્રાય અનિવાર્ય છે.


જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા