નવી गझल
પ્રેમ સાગર માંહે ડૂબી, आओ इक हो जाएं हम ।
તારૂં મારૂં કરતાં કરતાં, अपना सब कुच खोया है।
ગઢ અહમનાં સગળાં કૂદી, आओ इक हो जाएं हम ।
જેવા જાદવ, એવા યાદવ, कौन किससे अच्छा है?
દેશની કિંમત છે ઊંચી, आओ इक हो जाएं हम ।
પ્રાંત ભાષાના વિવાદે, शहिदों के दिल जलतें हैं !
છે અધિક તો સૌ માં વ્હેંચો, पुन्य खाता बढता है!
ખુદથી પહેલાં જગને મૂકી, आओ इक हो जाएं हम ।
પીંજરું તો ખાલી રહેશે, तोते को उड जाना है।
સારા કર્મો સાચી મૂડી, आओ इक हो जाएं हम ।
તાણા વાણા જોડી લેશું, देश चेतन अपना है!
થોડો તું ઝાઝો હું ઝૂકી, आओ इक हो जाएं हम ।
ચેતન फ्रेमवाला