Tuesday, September 14, 2010

શબ્દોનાં સથવારે ચાલ્યો.
આતમનાં અજવાળે ચાલ્યો.

ડગલે પગલે તારી યાદો,
યાદોનાં પથરાળે ચાલ્યો.

બાહર-ભીતર ક્યાં એ મળતો,
કો' ગેબી ભણકારે ચાલ્યો.

મીરા- નરસીં ગુંઝે જ્યાં જ્યાં
વીણાનાં રણકારે ચાલ્યો.

રસ્તા-મંઝિલ હું શું જાણું,
ચાલ્યો બસ અણસારે ચાલ્યો.

ચડતી-પડતી, તડકા- છાંયા,
જીવનની ઘટમાળે ચાલ્યો.

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા