Thursday, January 14, 2010

લખજો ગઝલ.

તાંણ્યાં છે જે તીર પર લખજો ગઝલ
પંખી કેરી ચીખ પર લખજો ગઝલ.

ગમ ખુશીમાં જે સતત વ્હેતાં રહે.
આંસુની તકદીર પર લખજો ગઝલ.

જે ખરે ટાણે જ ના બોલી શક્યા.
શબ્દોની તાસીર પર લખજો ગઝલ.

ફૂલને લાગ્યાં'તા ઘા જાણ્યાં હશે,
કંટકોની ટીશ પર લખજો ગઝલ.

સૌ સલામત છો, શુકર છે એમનો.
દેશના સૌ વીર પર લખજો ગઝલ.

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા