Thursday, September 21, 2006

વિવેક ભાઈ ની ગઝલ પરથી એક ગઝલ

મૌનનાં યારો હવે પડઘાં પડે છે,
ને મિત્રોનાં કીધાં સૌ, મુજને નડે છે!

પસ્તીનાં છાપા શા, છે સંબંધ સગળા,
વીતતી હર શ્રણ થકી, એ ઓગળે છે!

પામવું હો જો કશું, માથું નમાવો!
પ્રેમથી યાચો સદા- પત્થર ફળે છે!

"સાત પગલાં"; દશ દિશે ભટકે હવે,
તે છતાં મુજ દામ્પત્ય ઝળહળે છે!

ચામડી નાસૂર થૈ છે, યારો મારી,
ક્યાં નિરાશા-આશા, કો' મુજને કળે છે!

યાદ એની દિલને બાળે જે ,શ્રણે,
સ્વિચ થાતી 'ઓન' ને શબ્દો સરે છે!

સૌ નિયમ બાજૂએ મૂકી આવ,'ચેતન'!
દિલ હજીયે તારા માટે ટળવળે છે!.......

આપનાં કિંમતી અભિપ્રાય આવશ્યક છે.

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા....

Monday, September 18, 2006

થોડા મુક્તક

જીંદગી બસ એક ઝટકે પૂરી- ભૈ,
શ્વાસ ને ઉછ્ વાસની, મજબૂરી- ભૈ.
ઝાડ જેવા ઝાડ પર 'ચેતન' રડે?
માનવી જ્યાં લાગતો, મામૂલી -ભૈ!
************************
બસ અપેક્ષા એટલી,રાખી અમે,
ફૂલોની ફોરમ સદા ચાખી અમે.
સત્ય સમજાતાં- ભલે છોડ્યું બધું,
જીંદગી,ચેતન- કુવે નાખી અમે
***********************
તું સમયને આંબવાનું છોડી દે,
રાત-દી' ફંફોસવાનું છોડી દે.
જે લખ્યું છે; એટલું ચેતન મળે!
હસ્ત-રેખા માંઝવાનું છોડી દે..
********************
આપનાં અભિપ્રાય અનિવાર્ય છે.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા..

Tuesday, September 12, 2006

પાલીતાણામાં દાદાની યાત્રા કરતાં લખાયેલ ગઝલ

હું નહીં તો તું હશે, શોધો મને,
ભીતરે ઊંડે કશે શોધો મને !

સાવ રડતલ જીંદગી જીવે બધાં,
બાળકો જ્યાં-જ્યાં હસે, શોધો મને!

છું શહેરી, તે છતાં જીવું તો છું,
પાંદડૂં લીલું ખસે, શોધો મને!

આમ તો પાષાણ જેવી જીંદગી,
ભીતરે ઇશ્વર વસે, શોધો મને!

મારા દ્વારે હું જો તમને ના મળું ,
તો દિશા ખોલો દશે, શોધો મને !

પ્રેમનાં બે બોલ, મુજને પણ કહો,
જડ મહીં 'ચેતન' થશે, શોધો મને....

ચેતન ફ્રેમવાલા

Friday, September 08, 2006

પાયણાં!..........

રામના નામે તરે છે, પાયણાં,
રામને આજે નડે છે, પાયણાં.

ભાવથી, માથું નમાવીને તું જો!
કેટલાં જલદી ફળે છે, પાયણાં!

આતમાને આજ ઢંઢોળી ને જો,
પર દુખે, તારા બળે છે, પાયણાં ?

કાંચની આંખોમાં પણ છે, લાગણી,
બંધ આંખે પણ કળે છે, પાયણાં.

છે હરી, તો જડ મહીં ચેતન હશે!
લાગણી ભીનાં રડે છે, પાયણાં..

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.

Wednesday, September 06, 2006

એક મુક્તક

રાત માંથી જાતને હડસેલ ના,
ને , આ સ્વપનને,તું પાછા મેલ ના,
શબ્દો રાખે,સૌ હિસાબો, શ્વાસનાં,
શબ્દો સાથે આજ ચેતન ખેલ ના..

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

સ્મિત.....

સ્મિત પણ ઢંકાયું, મ્હોરામાં હવે,
બંધ હોઠો કેરા પ્હેરામાં હવે.
ભુલકાં, એ થોડું વેર્યું છે બસ!
ક્યાં છે ચેતન કોઈ ચ્હેરામાં હવે..

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

રણ નિચોવું....

ચાલ આજે રણ નિચોવું.
પ્યાસનાં કારણ નિચોવું.

પેટનાં સૌ ખાડા ભરવા,
સાથે આવો, કણ નિચોવું...

તુલશી પ્યાસી, પ્યાસો વડલો,
ગામ જૈ, આંગણ નિચોવું.

ડંખ લાગ્યાં શબ્દોનાં ભૈ,
શબ્દોનાં મારણ નિચોવું.

આમ ચેતન છોડી ના જા,
તુજ યાદોનાં ધણ નિચોવું!

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો..

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Monday, September 04, 2006

તાતા મેમોરીયલ કેંસર હોસ્પિટલની જીંદગી

કેટલી મજબૂર છે, આ જીંદગી!
જૂઓ ચકનાચૂર છે, આ જીંદગી..

લાગતું કે આજ તો મળશે મને,
હાથથી તો દૂર છે, આ જીંદગી...

અંધને બસ સોણલે એ દીસતી,
સૌ કહે છે નૂર છે, આ જીંદગી.

રોજ એને દુઃખ નવા સહેવા પડે!
આંસુઓના પૂર છે, આ જીંદગી.

એક સાંધો તેર તૂટે છે અહીં,
તે છતાં મંજૂર છે, આ જીંદગી.

ભીતરે ચેતન ફરીથી આણવા,
લો ફરી, આતૂર છે,આ જીંદગી.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.