Thursday, July 27, 2006

આંધળું ના દોડ..... તું.

શહેર માં રહી, આપણી જીંદગી કેટલી જડ થઈ ગઈ છે,આંખો બંધ કરી ભાન ભૂલી આપણે દોડતાં રહીયે છીએ!
ત્યારે... કોઈ સારી-સભાન શ્રણે જન્મેલી એક ગઝલ...

આંધળું ના દોડ તું,
આંબવાનું છોડ તું..

કાં દિવાલોમાં ફસે?
દિલની બારી, ખોલ તું..

લાગણી લક્ષ્મી વળે?
પ્રેમથી કર જોડ તું..

રોજ કડવા વેણ કાં?
શબ્દ મીઠાં બોલ તું..

કાં દિશા સો સો ફરે ?
મનને પાછો મોડ તું..

કેવી જૂઠી જીંદગી!
સત્યને ઢંઢોળ તું...

તરસે; વલખે જીંદગી.
ઝાંઝવા ફંફોળ તું...

પાયણાં પુજતો નહીં,
કરજે મનુનાં મોલ તું...

જડ મહીં, ચેતન હશે!
શોધ, એને શોધ તું....

આપનાં કિમતી અભિપ્રાય જરૂર આપશો...જય ગુર્જરી,ચેતન ફ્રેમવાલા

Sunday, July 23, 2006

મુંબઈ ની જીંદગી પર શ્રી કૈલાસ પંડિત ની એક ગઝલ.

આખો દિવસ જે શેઠને મોટરમાં લઇ ફર્યો,
રાતે બિચારો ટ્રેનમાં લટકી ઘરે ગયો .

ખનકે છે જેના ખોબલે સૂરજનું પાંચિયું,
ચગળ્યા કરે છે હોઠમાં રસ્તાના સિગ્નલો.

અંધારાં ઉંચકી આંખમાં જાશે પછી ઘરે
,હમણાં ઉપાડી ભૂખને, ભટકે છે ફેરિયો.

ચગળી રહી'તી પાનમાં મુન્ની અતિતને,
રમતો ગલીથી નીકળ્યો ત્યાં એક છોકરો.

ચઢતા સૂરજને પૂજવાની વાત ઠીક છે,
હાંફી રહેલા અશ્વને પાણી તો પ્હેલાં દો.

જય ગુર્જરી,ચેતન ફ્રેમવાલા..

Thursday, July 20, 2006

Sardar ne badale Nehru

નેહરુ ને બદલે સરદાર હોત તો કદાચ આ ગઝલ લખવી ન પડત .
જરા સોચો ને આપનાં કિમતી અભિપ્રાય આપશો.)

કાં ગલત પગલું પડ્યું ,સોચો જરા?
દેશ ને કેવું નડ્યું, સોચો જરા?

એમનું વ્રત દેશ સેવાનું હતું,
તે છતાં ખીસ્સું ભર્યું? સોચો જરા!

સૌ અમનની વાત તો કરતાં રહ્યા,
ને અહીં પંખી મર્યું,સોચો જરા !

ગાંધીને પણ વેંચતાં ભર ચોકમાં
એમનું દિલ ના ડર્યું, સોચો જરા!

નીર ગંગાનું, હવે કાળું થયું.
પાપ આ, કોનું ભળ્યું, સોચો જરા.

આમ; ચેતન, જીંદગી વીતી જશે,
દેશ માટે શું કર્યું, સોચો જરા.....!

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા..__._,_.___

Saturday, July 15, 2006

અમન માટે એક વિંનંતી,

અમન માટે એક વિંનંતી, સૌ કોમ ના ભાઈચારા થી જ આપણે આતંક નો સામનો કરી શકશું.ગોધરા પછી
લખાયેલ એક રચના રજુ કરૂં છું.

આંખોમાં તો કરૂણા ભરી છે, હો મહાવીર કે મહમદ પયગંબરની,
નાત - જાતના ,ભેદ શાને છે,જરૂર શી ધર્મ તણા આડંબર ની,

સાષ્ટાંગ હું પડતો મંદીર માં, ને નમાઝ માં તું નમતો મસ્જીદમાં,
રામ મારો સચરાચર છે,ને અલ્લાહ પણ્ર હર કણ માં હાજર છે,
ભેદ ક્યાં છે કશો, હવે તો પૂરો,ખાઈ તારા-મારા અંતર ની..

સૂર્ય ને પૂજી શાંત થયો હું,
ઈદ ની ચાંદની માં રોષને ઠારી દે તું,
બીલ્લી તાક માં બેઠી છે,
આપણી હાલત થાશે ઊંદર શી...

નોટ માટે વહેંચાયો તું,
ને વોટ ના દલદલ માં અટવાયો હું,
ભ્રસ્ટ નેતા થી છૂટવા,
જરૂર છે એક્તાના મંતર ની.....

છતે 'ચેતન' કાં સૌ જડ થયા છે,
હજી શાંતીદૂતો ઊડી રહ્યા છે,
છોડી જાત-પાત ના ઝગડા,
કોશિશ સૌ કરી રહ્યા છે.
મળશે કૃપા દ્રષ્ટી બંન્ને , મહાવીર ને મહમદ પયગંબર ની
આંખોમાં તો કરૂણા ભરી છે, હો મહાવીર કે મહમદ પયગંબરની,

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

મુંબઈ ૭/૧૧ એક ગઝલ,

છો, મુંબઈ પર ઘાત ઊપર ઘાત છે,
આતંક ને, પણ મા'ત ઊપર મા'ત છે,

નિર્દોષ ની પણ જીંદગી હોમાય છે,
સાચ્ચું કહેજે, આમાંયે પ્રભુ, તુજ હાથ છે ?

હો રામ કે હો મોહમદ ક્યાં ફેર છે !
તલવાર ને ક્યાં જાત છે, ક્યાં પાત છે .

જો, કેટલી જલ્દી, એ ઊભી થાય છે,
ઓ મુંબઈ ! તુજને સલામો લાખ છે.

ચેતન ભલેને, લાગે જડ; છે લાગણી,
હર દિલ મહીં, હર કોઈનાં આઘાત છે.

૧૫.૦૭.૨૦૦૬

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Monday, July 10, 2006

કૈલાસ પંિડત ની એક ગઝલ

શક્ય છે વરસાદનો િહસ્સો હશે,
આપણો સંબંધ પણ ભીનો હશે.

એ નદી ઝરણાં હશે રસ્તા મહીં,
થાકશું તો બેસવા છાંયો હશે.

એટલે મેં પણ હવા બાંધી હતી,
આવવાનો તેં ભરમ બાંધ્યો હશે.

એક આંસુ તે છતાં નીકળી ગયું,
એક દિરયો આંખમાં થીજ્યો હશે .

ભીડમાં ખૂંપી ગયો છે આમતો,
શ્હેરનો પણ કોઈતો ચ્હેરો હશે.

શ્રી કૈલાસ પંિડત

Sunday, July 09, 2006

વરસાદ બોલાવે તને, તું આવશે?
મુજ હાથને શું, હાથ તારો ઝાલશે?

રેઈનકોટી જિંદગી તું જીવતો,
જો બે ઘડી હું ભીંજવું તો ચાલશે?

તું આમ તો આવે નહીં મારા કને!
લે પ્રેમ નું ઈજન, હવે તો ફાવશે?

રે! કેટલા ચોમાસા કોરા કટ ગયા!
આ સાલ તો એ લાજ તારી રાખશે !

શાને દુકાળો આવતાં, એ સોચ તું!
સીમેન્ટી ફાગો, જો અહીયાં ફાલશે!

કોંક્રીટના જંગલ મહીં અટવાઉં છું,
ચેતન! હવે તો રાહ કોઈ કાઢજે…


હાઇકૂ

ઘડિયાલ આ
કાં થયો જિંદગાની
તારી ને મારી.

ફૂલ - પાંખડી
રંગ - રંગી, ને ભ્રમે
કાળો ભ્રમર !

સટ્ટાખોરોની,
હરીફાઈ જામી છે
પ્રભુ ભક્તિ માં .

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો.

જય ગુર્જરી,
ચેતન ચંદુલાલ ફ્રેમવાલા.

ગુજરાતી-કવિતા

ગુજરાતી-કવિતા
શ્રી સુરેશભાઈ જાની ની પ્રેરણા થી હૂં આ બ્લોગની શરૂઆત કરૂં છું.
આશા છે આપ સૌ નો સહકાર મળશે.

પરમ ક્રુપાળુ પરમાત્મા ને યાદ કરી આ બ્લોગ નાં શ્રી ગણેશ કરું છું.

ફૂલોની ખુશ્બુ ઓ માં તું,છે કંટકો માં તું.
તું ઉલ્લાસ જીંદગી નો, ને સંકટો માં તું.

તું જગમગાટ રોશની, ઘોર તમસ માં પણ તું,
તું તાપ સૂર્ય નું ધોમધખ ,શીતળ ચંદની પણ તું.

તું હાસ્ય ના મોજા ઓ, છે ઊદાશી પણ તું,
કથરોટ માં ગંગા તું,છે કાશી પણ તું.

તું તુલશી ક્યારો આંગણ નો, છે સુક્કા ઘાસ માં પણ તું,
તું અમૃત છે-ગંગાજળ ,મૃગ-પ્યાસ માં પણ તું.

તું ધજા ઊન્નત શિખર ની, ને ટળેટી માં પણ તું
,તું જ રાજા ભોજ છે , ને ગાંગો તેલી પણ તું.

તું શ્યામ નાગર નંદ નો, છે સુદામા પણ તું,
તું ગીરધારી-ચમત્કારી, ગોપી નાં ઊધામા પણ તું.

દ્રૌપદી ના ચીર તું,સર્વે સત્વ પણ છે તું.
જડ હ્રદય માં 'ચેતન' તું, પરમ તત્વ પણ તું.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.